ગાઢા રંગની હગારથી ચાને મસ્ત કલર અને સુગંધ મળ્યાં હતાં. આ પ્રયોગ સફળ થતાં તેણે લગભગ ૪૦ જેટલા છોડવા અને ૨૦ જીવાત અને એનાં ઈંડાં પર સંશોધન શરૂ કર્યું
ઇયળની હગારમાંથી તૈયાર કરવામાં આવી ચા
ક્યોટો યુનિવર્સિટીમાં એક જૅપનીઝ સંશોધકે એક અનોખી ચા વિકસાવી છે. આ ચામાં વિવિધ પ્લાન્ટ્સ પર મિજબાની કરનારી ઇયળની હગારને ઉકાળવામાં આવી છે.
ક્યોટો યુનિવર્સિટીમાં કૃષિ વિભાગમાં અભ્યાસ કરતા સુયોશી મારુઓકાને પ્લાન્ટ્સ અને છોડવાઓ વચ્ચેના રહસ્યમય સંબંધો પર સંશોધન દરમ્યાન ઇયળની હગારમાંથી ચા બનાવવાનો વિચાર આવ્યો હતો. વાસ્તવમાં સુયોશી મારુઓકાની સાથે અભ્યાસ કરતા સિનિયર સ્ટુડન્ટે તેને જિપ્સી મોથ લાર્વા લાવી આપ્યા ત્યારે તે પોતે એના ઉપયોગ વિશે અચોક્કસ હતો. આથી તેણે તેમને ચેરી વૃક્ષના પાન સાથે રાખી એમાંથી ઇયળ વિકસવા દીધી. જોકે એમની હગારની સફાઈ વખતે એની સુગંધ પરથી તેને હગારને ઉકાળીને ચા તૈયાર કરવાનો વિચાર સ્ફુર્યો હતો.
ADVERTISEMENT
ગાઢા રંગની હગારથી ચાને મસ્ત કલર અને સુગંધ મળ્યાં હતાં. આ પ્રયોગ સફળ થતાં તેણે લગભગ ૪૦ જેટલા છોડવા અને ૨૦ જીવાત અને એનાં ઈંડાં પર સંશોધન શરૂ કર્યું.
પોતાના આ સંશોધનથી પ્રોત્સાહિત થઈ સુયોશી મારુઓકાએ એને વેપારી ધોરણે વિકસાવવાનો નિર્ણય લીધો અને એના માટે જૅપનીઝ પ્લૅટફૉર્મ કૅમ્પ-ફાયર પર ક્રાઉડ ફન્ડિંગ શરૂ કર્યું, જેમાં તેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.