ત્રણ સંતાનોના પિતા એવા તાઇવાનના ચેન વેઇ-નૉન્ગ નામના પ્લાસ્ટિક સર્જ્યન તાઇપેઇ શહેરની એક હૉસ્પિટલમાં કામ કરે છે. આ ભાઈ રાતોરાત તાઇવાનમાં જબરા વાઇરલ થયા છે અને એનું કારણ છે
અજબગજબ
તાઇવાનના ચેન વેઇ-નૉન્ગ નામના પ્લાસ્ટિક સર્જ્યન
ત્રણ સંતાનોના પિતા એવા તાઇવાનના ચેન વેઇ-નૉન્ગ નામના પ્લાસ્ટિક સર્જ્યન તાઇપેઇ શહેરની એક હૉસ્પિટલમાં કામ કરે છે. આ ભાઈ રાતોરાત તાઇવાનમાં જબરા વાઇરલ થયા છે અને એનું કારણ છે તેમણે પોતાના પર જ સર્જરી કરી છે. સામાન્ય રીતે ડૉક્ટરને કંઈ પણ થાય અને સર્જરી કે ડ્રેસિંગની જરૂર પડે તો તેમણે બીજા ડૉક્ટરની મદદ લેવી પડે છે, પણ આ ચેન વેઇ-નૉન્ગભાઈ તો જરા વધુપડતા જ આત્મનિર્ભર બની ગયા હતા. ત્રણ સંતાનો પછી હવે તેમને બાળકો જોઈતાં નહોતાં એટલે પોતાની નસબંધી કરવાનું વિચાર્યું હતું. ઘણી વાર આ પ્રોસીજર બરાબર ન થાય તો સેક્સ્યુઅલ લાઇફમાં તકલીફ આવી શકે છે. આવી કોઈ ગરબડ ન થાય એ માટે ડૉ. ચેને પોતાની વૅસેક્ટમી જાતે જ કરવાનું નક્કી કર્યું. આ પ્રોસીજરનો વિડિયો તેમણે રેકૉર્ડ પણ કર્યો હતો. જોકે એજ્યુકેશનલ પર્પઝથી તેમણે આ રેકૉર્ડિંગ કર્યું છે એવું તેમનું કહેવું છે. સામાન્ય રીતે ૧૧ સ્ટેપમાં થતી આ સર્જરીમાં ૧૫ મિનિટ લાગે છે, પણ દરેક સ્ટેપ સમજાવતાં-સમજાવતાં ડૉ. ચેનને એક કલાક લાગ્યો હતો. તેમણે જાતે જ કમરથી નીચેના ભાગને સુન્ન કરવા માટે ઍનેસ્થેસિયાનું ઇન્જેક્શન લીધું હતું. અનુભવને વર્ણવતાં તેમનું કહેવું હતું કે પોતાની જ યુરેથ્રાને ટચ કરવાનો અને એને ટાંકા લેવાનો અનુભવ બહુ અજીબ હતો.
આ વિડિયોને ગણતરીના દિવસોમાં ૪૦ લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. આ વિડિયોની સાથે કોઈ વિવાદ ન થાય એ માટે ડૉ. ચેન્ગે સ્પષ્ટતાભરી ટિપ્પણી પણ લખી હતી કે હું ક્વૉલિફાઇડ પ્લાસ્ટિક સર્જ્યન છું અને આ સર્જરી મેં મારા રિસ્ક પર કરી છે અને મારા કામના કલાકો પૂરા થયા પછી એક યુરોલૉજિસ્ટના સુપરવિઝન હેઠળ કરી છે.