અલબીનેન નામના આ સુંદર ગામના મોટા ભાગના લોકો નજીકનાં શહેરોમાં રહેવા જતા રહ્યા છે
Offbeat News
અલબીનેન ગામ
સ્વિટ્ઝરલૅન્ડના એક અત્યંત સુંદર ગામમાં લોકોને રહેવા માટે લાખ્ખો રૂપિયા ઑથોરિટી આપી રહી છે અને એ ચોક્કસ સપના જેવું છે. આ એક એવું ગામ છે જે સપનાને હકીકતમાં ફેરવે છે.
અલબીનેન નામના આ સુંદર ગામના મોટા ભાગના લોકો નજીકનાં શહેરોમાં રહેવા જતા રહ્યા છે ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગામ લગભગ ખાલી પડ્યું છે. અધિકારીઓએ અલબીનેનમાં રહેતા લોકોની સંખ્યા વધારવા માટે આકર્ષક ઑફર આપી છે.
આ નવી યોજના હેઠળ આ સુંદર ગામમાં રહેવા માટે ચાર જણના પરિવારને પ્રતિ ઍડલ્ટ વ્યક્તિદીઠ ૨૨,૪૪૦ પાઉન્ડ (૨૨.૪૫ લાખ રૂપિયા), જ્યારે દરેક બાળકદીઠ ૮૯૭૫ પાઉન્ડ (૮.૯૮ લાખ રૂપિયા) આપવામાં આવે છે. જોકે એને માટે શરતો છે. પહેલાં તો ૪૫ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ માટે જ આ યોજના છે. વળી, સ્વિસ નાગરિક અથવા સળંગ ૧૦ વર્ષ આ દેશમાં રહેતા હોવું જરૂરી છે.