આ સર્જરી ૧૩ જુલાઈએ થઈ હતી અને હવે પેશન્ટ સાજો થઈ ગયો છે.
સર્જરી
લેટેસ્ટ ટેક્નૉલૉજી દ્વારા હવે લાંબા અંતરેથી સર્જરી કરવામાં મેડિકલ સાયન્સ આગળ વધી ગયું છે. જોકે એ સર્જરીઓ નાની અને ઓછી જોખમી હોય છે. તાજેતરમાં શાંઘાઈની એક હૉસ્પિટલમાં ૫૦૦૦ કિલોમીટર દૂરથી સર્જ્યને 5G રોબો દ્વારા ફેફસામાં આવેલું ટ્યુમર રિમૂવ કરવાનું ઑપરેશન પાર પાડ્યું હતું. સર્જ્યન અને તેમની ટીમ શાંઘાઈમાં હતી જ્યારે પેશન્ટ પૂર્વ ચીનના કાશ્ગર શહેરમાં હતો. ડૉક્ટરોની એક ટીમે ફિફ્થ જનરેશન રોબોની મદદથી દૂર રહ્યે-રહ્યે જ ફેફસાનું ઑપરેશન કર્યું હતું એટલું જ નહીં, એક કલાકમાં જ એ પાર પાડ્યું હતું. શાંઘાઈ ચેસ્ટ હૉસ્પિટલના ડૉ. લ્યુઓ કીન્ગક્વાન અને તેમની ટીમની આગેવાનીમાં આ સર્જરી ૧૩ જુલાઈએ થઈ હતી અને હવે પેશન્ટ સાજો થઈ ગયો છે.

