Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહિલા અને પુરુષની સમાનતાની વાત કરતી વખતે કયો તફાવત જણાવ્યો સુધા મૂર્તિએ?

મહિલા અને પુરુષની સમાનતાની વાત કરતી વખતે કયો તફાવત જણાવ્યો સુધા મૂર્તિએ?

Published : 30 June, 2024 01:02 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાઓમાં ભાષાકીય ક્ષમતા, મૅનેજમેન્ટ સ્કિલ તેમ જ કરુણા અને ઉછેરની આવડત જન્મજાત હોય છે.

સુધા મૂર્તિ

લાઇફમસાલા

સુધા મૂર્તિ


લેખિકા, શિક્ષિકા, દાનવીર અને રાજ્યસભાનાં સંસદસભ્ય સુધા મૂર્તિ સમાજમાં લિંગસમાનતાને લઈને ઘણી વાર પોતાનો મત રજૂ કરે છે. સુધા મૂર્તિએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને તેમના મતે જેન્ડર ઇક્વલિટી શું છે એના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘મારા મતે સ્ત્રી અને પુરુષ સમાન છે, પરંતુ જુદી-જુદી રીતે. તેઓ સાઇકલનાં બે પૈડાંની જેમ એકબીજાનાં પૂરક હોય છે. આગળ વધવા માટે બન્ને પૈડાંની જરૂર પડે છે. તમે એવું ન કહી શકો કે મને બીજા પૈડાની જરૂર નથી.’


ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં ભૂતપૂર્વ ચૅરપર્સન સુધા મૂર્તિએ કહ્યું કે ‘પહેલાં તો સમાનતા શું છે એ વ્યાખ્યાયિત કરવું જોઈએ. તમે જાણો છો કે બન્નેની જાતિ અલગ છે. મહિલાઓમાં ભાષાકીય ક્ષમતા, મૅનેજમેન્ટ સ્કિલ તેમ જ કરુણા અને ઉછેરની આવડત જન્મજાત હોય છે. તમે કોઈ પણ સંબંધ જોશો તો એ હંમેશાં પ્રેમ અને લાગણી આપનાર વ્યક્તિ છે.’ તેમણે ઉમેર્યું કે ‘પુરુષો અલગ હોય છે. તેમનો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ સારો હશે, પણ ઇમોશનલ ક્વોશન્ટ મહિલાઓ જેટલો સારો તો નહીં જ હોય.’


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2024 01:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK