નારાયણ મૂર્તિનાં પત્ની સુધા મૂર્તિને વાંચવાનો ગજબનો શોખ છે
લાઇફમસાલા
સુધા મૂર્તિ
સુધા મૂર્તિએ હાલમાં તેમનું જુલાઈમાં વાંચવાની બુકનું લિસ્ટ જાહેર કર્યું છે. રાજ્યસભાનાં સભ્ય, ફિલાન્થ્રોપિસ્ટ અને ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિનાં પત્ની સુધા મૂર્તિને વાંચવાનો ગજબનો શોખ છે. તેમના આ લિસ્ટમાં મંજરી પ્રભુની ‘ઇન ધ શેડો ઑફ ઇન્હેરિટન્સ’નો સમાવેશ થાય છે. આ એક હૉન્ટિંગ લવ-સ્ટોરી છે. આ ફિક્શન બુકમાં મહાબળેશ્વરના ખનોલકર રજવાડા પરિવારની તારાની સ્ટોરી છે જેને તેની ફૅમિલીના ડાર્ક સીક્રેટ અને તેના પિતાના મર્ડર વિશે ખબર પડે છે. બીજી બુક સુનીતા દેશપાંડેની ‘ઍન્ડ પાઇન ફૉર વૉટ ઇઝ નૉટ’ છે. સુનીતા દેશપાંડે સ્ટુડન્ટમાંથી રિવૉલ્યુશનરી સ્ટેજ પર્ફોર્મર અને ત્યાર બાદ રાઇટર તથા એજ્યુકેશન ઍડ્મિનિસ્ટ્રેટર કેવી રીતે બન્યાં એની જર્ની આ બુકમાં લખવામાં આવી છે. ટૉમ રાઇટ અને બ્રૅડલી હૉપની ‘બિલ્યન ડૉલર વ્હેલ’ તેમની ત્રીજી બુક છે. આ બુકમાં મલેશિન બિઝનેસમૅન અને ઇન્ટરનૅશનલ ફ્યુજિટિવ એટલે કે ભાગેડુ ઝો લૉની વાત કરવામાં આવી છે. તેના પર કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો હતો. આ એક સત્યઘટના પર આધારિત બુક છે.