ટોક્યો યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦ ઉંદરો માટે સંગીત વગાડ્યું
ઉંદરો પણ લેડી ગાગાના સંગીત પર થીરકે છે
લેડી ગાગા હોય કે માઇકલ જૅક્સન એ બધાનાં ગીતો સાંભળીને આપણને થીરકવાનું મન થાય છે, પરંતુ આ અનુભવ આપણને જ કે અમુક પક્ષીઓને જ થાય એવું નથી, ઉંદરો પણ સંગીતને માણે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે એમનામાં પણ લય હોય છે અને તેઓ પણ આનંદપૂર્વક સંગીતને માણી શકે છે. ટોક્યો યુનિવર્સિટીના સંશોધકોએ ૧૦ ઉંદરો માટે સંગીત વગાડ્યું. તેમની પ્રતિક્રિયા જોવા નાનાં વાયરલેસ ઍક્સિલરોમીટર ફિટ કરવામાં આવ્યાં હતાં, જેનો ઉદ્દેશ એમના શરીરની હિલચાલને માપવાનો હતો. યુનિવર્સિટીનાં તારણો દર્શાવે છે કે ઉંદરો પણ થીરકવા માંડ્યા હતા. ઉંદરોને સૌથી વધુ લેડી ગાગાનું ગીત પસંદ હતું. તેઓ આ ઉપરાંત મોઝાર્ટ પિયાનો સોનાટા અને માઇકલ જૅક્સનનું ‘બીટ ઇટ’ ગીત પસંદ કરતા હતા. કોઈ પણ તાલીમ વિના ઉંદરોએ સંગીત પર પ્રતિક્રિયા આપી હતી.

