આ સવાલનો જવાબ મેળવવા માટે મુંબઈની નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝના સાઇકોલૉજીના સ્ટુડન્ટે ઓરીની બૉડી-લૅન્ગ્વેજ પર એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું
ઓરીની તસવીર
બૉલીવુડના કલાકારો સાથે પોઝ આપતા ‘ઓરી’ને મોટા ભાગના લોકો ઓળખતા હશે, કારણ કે તે સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયેલી પર્સનલિટી છે. ઓરહાન અવતરમણિ એટલે કે ઓરીને તેની બૉડી-લૅન્ગ્વેજને કારણે ઘણી વાર ટ્રોલ કરવામાં આવે છે. જોકે મુંબઈની નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS)ના સાઇકોલૉજી સ્ટુડન્ટ્સે ઓરીની બૉડી-લૅન્ગ્વેજ વિશે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. સેલિબ્રિટીના વર્બલ અને નૉન-વર્બલ કમ્યુનિકેશનને સમજવા માટે તૈયાર કરાયેલા પ્રેઝન્ટેશનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. વિદ્યાર્થીઓએ ઓરીના પોસ્ચર, બૉડી-લૅન્ગ્વેજ, હાથના હાવભાવ, આઇ-કૉન્ટૅક્ટ, ફેશ્યલ ઇમોશન્સ, ટચ, ડિસ્ટન્સ અને ટોનનું ઍનૅલિસિસ કર્યું હતું. ઓરીના લિન્ક્ડઇન પ્રોફાઇલ અનુસાર તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ મૅનેજર છે.

