રાજ્યમાં ગઈ કાલથી એસએસસી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ હતી. પેપર આપતાં પહેલાં અનેક વિદ્યાર્થીઓ પોતાના પેરન્ટ્સ અને ભગવાનને પગે લાગીને તેમના આશીર્વાદ લેતા હોય છે
એક્ઝામ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ નારિયેળ ફોડીને પરીક્ષા આપવા ગયા
રાજ્યમાં ગઈ કાલથી એસએસસી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ હતી. પેપર આપતાં પહેલાં અનેક વિદ્યાર્થીઓ પોતાના પેરન્ટ્સ અને ભગવાનને પગે લાગીને તેમના આશીર્વાદ લેતા હોય છે, પરંતુ ઔરંગાબાદમાં કેટલાક વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટરની બહાર નારિયેળ ફોડીને પેપર આપવા ગયા હતા. આ વિડિયો ઘણો વાઇરલ થયો હતો.
એસએસસીની પરીક્ષા ઉચ્ચ શિક્ષણનું પગથિયું ગણાય છે અને એને માટે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરે છે, પરંતુ પરીક્ષા નજીક આવતાં મનમાં જાતજાતના ડર સતાવે છે. એને ઓછી કરવા અનેક વિદ્યાર્થીઓ મંદિર જાય છે, પરંતુ છત્રપતિ સંભાજીનગર પરિસરમાં એક્ઝામ સેન્ટરની બહાર ગજબનો પ્રકાર જોવા મળ્યો. કેટલાક વિદ્યાર્થીઓ
પથ્થર લઈને આવ્યા અને એનાથી નારિયેળ ફોડવા માંડ્યા હતા અને સાથોસાથ ‘જય ભવાની’નો જયઘોષ પણ કરતા હતા.