તામિલનાડુના ચેન્નઈમાં આવેલી વિમેન્સ ક્રિશ્ચન કૉલેજમાં તાજેતરમાં સ્ટુડન્ટ્સ માટે ફન ઍક્ટિવિટી તરીકે ‘નો બૅગ ડે’ મનાવાયો હતો.
પ્રતિકાત્મક તસવીર
તામિલનાડુના ચેન્નઈમાં આવેલી વિમેન્સ ક્રિશ્ચન કૉલેજમાં તાજેતરમાં સ્ટુડન્ટ્સ માટે ફન ઍક્ટિવિટી તરીકે ‘નો બૅગ ડે’ મનાવાયો હતો. આ ઉજવણીમાં સ્ટુડન્ટ્સ ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનોખી રીતે પોતાનાં પુસ્તક લઈને આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા વિડિયોમાં સ્ટુડન્ટ્સ બૅગના સ્થાને વિચિત્ર રીતે પુસ્તકો લાવતા જોઈ શકાય છે; જેમાં સ્ટુડન્ટ્સ સૂટકેસ, બકેટ, પ્રેશરકુકર, લૉન્ડ્રી બાસ્કેટ, ટૉવેલ્સ, પિલો કવર્સ, કાર્ડબોર્ડનાં બૉક્સ, ટ્રૉલી બૅગ, ગિટાર બૅગ જેવાં વિચિત્ર સાધનોમાં પુસ્તક લાવ્યા હતા. વિડિયોમાં કૅમેરા સામે તેઓ ઉત્સાપૂર્વક પોતે બૅગના સ્થાને અન્ય ચીજો લાવ્યા હતા એ દર્શાવી રહ્યા હતા. આ વિડિયોને ૧૭ લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યાં છે.
ડૉગનું શો-ઑફ
ADVERTISEMENT
જપાનની રાજધાની ટોક્યોમાં ગઈ કાલે પેટ્સ સંબંધિત પ્રોડક્ટ્સ અને સેવાઓ એક જ મંચ પર પ્રદર્શિત કરતો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય મેળો ‘ઇન્ટરપેટ્સ’ યોજાયો હતો, જેમાં ફોટોબૂથ પર ડૉગીઓ ફૅન્સી ડ્રેસમાં જોવા મળ્યા હતા. એએફપી