બિકાનેરમાં જયપુર રોડ પર ગ્રીન ગાર્ડન નામની હોટેલ છે. ત્યાં બે દિવસથી એક સ્કૉર્પિયો કાર પાર્ક થયેલી હતી. કારની પાછળના કાચ પર ‘આ કાર દિલ્હીના પાલમ પાસેથી ચોરી હતી, સૉરી’ લખેલો કાગળ ચોંટાડેલો હતો.
અજબગજબ
દિલ્હીમાં ચોરી થયેલી કાર પર કાગળ ચોટડીને મૂક્યો
બિકાનેરમાં જયપુર રોડ પર ગ્રીન ગાર્ડન નામની હોટેલ છે. ત્યાં બે દિવસથી એક સ્કૉર્પિયો કાર પાર્ક થયેલી હતી. કારની પાછળના કાચ પર ‘આ કાર દિલ્હીના પાલમ પાસેથી ચોરી હતી, સૉરી’ લખેલો કાગળ ચોંટાડેલો હતો. બાજુમાં બીજો કાગળ ચોંટાડ્યો હતો અને એમાં દિલના આકારમાં આઇ લવ માય ઇન્ડિયા લખેલું હતું. લોકોની નજર પડી અને પોલીસને જાણ કરી. પોલીસે કાર જપ્ત કરીને તપાસ શરૂ કરી તો વાત સાચી નીકળી. પાલમ કૉલોનીમાં રહેતા વિનયકુમારની સ્કૉર્પિયો ૧૦ ઑક્ટોબરે ચોરાઈ હતી, પણ એ ૪૩૨ કિલોમીટર દૂર કોણ લાવ્યું, શા માટે લાવ્યું અને ચોરી કર્યા પછી કાર શા માટે મૂકી દીધી એ સવાલના જવાબ પોલીસ શોધી રહી છે.