લોકો કૅફેમાં આવીને એમાં સૂઈ જાય છે અને મૃત્યુના સમયનો અનુભવ કરે છે. એ માટે કૅફે ૧૧૮૧ રૂપિયા ચાર્જ વસૂલે છે.
અજબ ગજબ
જપાનમાં મર્યા પહેલાં જ મોતનો અનુભવ કરાવશે આ કૉફિન કૅફે
પછીનો અનુભવ કેવો હોય છે એ જાણવા માટે, એની અનુભૂતિ કરવા માટે જપાનમાં ૧૨૦ વર્ષ જૂના ફ્યુનરલ હોમે કૉફિન કૅફે શરૂ કરી છે. ૧૯૦૨માં શરૂ કરાયેલા અંતિમ સંસ્કાર ગૃહે સપ્ટેમ્બરમાં કૅફે ખોલ્યું હતું. એમાં પહેલા માળે સોનેરી, લીલા અને પીળા રંગનનાં અને પરંપરાગત રીતે ફૂલોની પૅટર્નવાળાં કૉફિન બનાવ્યાં છે. લોકો કૅફેમાં આવીને એમાં સૂઈ જાય છે અને મૃત્યુના સમયનો અનુભવ કરે છે. એ માટે કૅફે ૧૧૮૧ રૂપિયા ચાર્જ વસૂલે છે.