Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આયર્નમૅન બૂટ પહેરો અને ઝડપથી ચાલો

આયર્નમૅન બૂટ પહેરો અને ઝડપથી ચાલો

Published : 21 December, 2022 12:01 PM | IST | Sacramento
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટૅનફર્ડ યુનિવર્સિટીની બાયોમિકેટ્રૉનિક્સ લૅબ દ્વારા એક એક્સોસ્કેલ્ટન બનાવવામાં આવ્યું જે માણસને ચાલતી વખતે મોટર દ્વારા સંચાલિત બળ આપે છે

આયર્નમૅન બૂટ પહેરો અને ઝડપથી ચાલો

Offbeat News

આયર્નમૅન બૂટ પહેરો અને ઝડપથી ચાલો


આયર્નમૅન પહેરે એવાં બૂટની ખરેખર શોધ થઈ ગઈ છે જે તમને ઝડપથી ચાલવા માટે વધારાનો પાવર આપે છે. આ રોબોટિક બૂટ પહેર્યા બાદ માત્ર અમુક ઝડપે જ ચાલી શકાય એ વાત ભૂતકાળ બની જશે. સ્ટૅનફર્ડ યુનિવર્સિટીની બાયોમિકેટ્રૉનિક્સ લૅબ દ્વારા એક એક્સોસ્કેલ્ટન બનાવવામાં આવ્યું જે માણસને ચાલતી વખતે મોટર દ્વારા સંચાલિત બળ આપે છે. પોસ્ટડૉક્ટરલ રોબોટિક્સ નિષ્ણાત પેટ્રિક સ્લેડના જણાવ્યા પ્રમાણે આ એક વાસ્તવિક દુનિયાનો આયર્નમૅન છે, જેની પાસે મોટર ધરાવતાં શૂઝ છે. ચાલતી વખતે પગની પિંડીનું કામ મોટર કરે છે. જેના દ્વારા વધુ પગલાં ભરી શકાય અને ઝડપથી ચાલવામાં મદદ મળે છે. એક જ સાઇઝ બધાને ફિટ થાય છે. જાણે આપણા પગલાને એક સ્પ્રિંગ મળી હોય. ઘણાને આ મશીનથી ચાલવામાં શરૂઆતમાં મુશ્કેલી થાય છે, કારણ કે મશીન દ્વારા મળતી સહાયનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવું પડે છે. બૂટ ઉતારી દો તો આપણા પગનો આપણને જાણે ભાર લાગવા માંડે છે. આ સંશોધનનો ઉદ્દેશ વૃદ્ધો તેમ જ સરખી રીતે ચાલી ન શકતા હોય એવા લોકો માટે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 12:01 PM IST | Sacramento | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK