શ્રીનગરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો વધુ ને વધુ નીચે જઈ રહ્યો છે
અજબગજબ
શ્રીનગરમાં આવી છે પરિસ્થિતિ
શ્રીનગરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો વધુ ને વધુ નીચે જઈ રહ્યો છે. ગઈ કાલે તો તાપમાન માઇનસ ૮.૫ ડિગ્રી જેટલું નીચું જતું રહેતાં નળમાંનું પાણી પણ થીજી ગયું હતું. લોકો પીવાનું પાણી ભરવા માટે લોખંડના પાઇપને કાગળ સળગાવીને ગરમ કરતા જોવા મળ્યા હતા જેથી અંદરનું પાણી પીગળે અને પીવા માટે પાણી મળે.