આંખમાંથી પાણી નીકળે અને નાકમાંથી સુડસુડ થાય એવો તીખોતમતમતો સૉસ પીને યુટ્યૂબર માઇકે ગિનેસ બુકમાં નામ નોંધાવી દીધું છે
અજબગજબ
માઇક જૅક
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડે એવું કહેવાય છે, પણ કૅનેડાના માઇક જૅક નામના ભાઈએ ૩ મિનિટમાં ચમચીઓ ભરી-ભરીને ૩૦૦ ગ્રામ હૉટ સૉસ પીધો છે. આંખમાંથી પાણી નીકળે અને નાકમાંથી સુડસુડ થાય એવો તીખોતમતમતો સૉસ પીને યુટ્યૂબર માઇકે ગિનેસ બુકમાં નામ નોંધાવી દીધું છે. એક બાઉલમાં ૧.૧૨ કિલો સૉસ નાખવામાં આવ્યો હતો અને વધુમાં વધુ સૉસ પીવાનો પ્રયત્ન કર્યો હતો. માઇકે આ જ દિવસે સૌથી ઝડપથી એક ખાસ પ્રકારનો જૂસ પીવાનો વિક્રમ પણ કર્યો હતો. મોંમાથી સિસકારા બોલતો સૉસ પીધા પછી માઇકે કહ્યું કે એ બહુ તીખો નહોતો, પણ મને ભાવતા કદ્દુ પાઇ જેવો સ્વાદિષ્ટ હતો. માઇકે ગયા વર્ષે ૬ મિનિટ અને ૪૯.૨ સેકન્ડમાં ૫૦ કૅરોલિના રિપર્સ મરચાં ખાઈને ગિનેસ રેકૉર્ડ કર્યો હતો. એમાં તો રેકૉર્ડ થયા પછી પણ તેમણે ૮૫ મરચાં ખાધાં હતાં.