દુકાનના માલિક વિપુલ નિકુબ કહે છે કે ‘મારા દાદાએ આની શરૂઆત ૧૯૪૯માં કરી હતી. આ ચૂલો સતત ૧૯૪૯થી સળગી રહ્યો છે.
Offbeat
જોધપુર નો ચૂલો
ભારતમાં પેઢીઓથી ચાલતી આવતી દુકાન સફળતાનો ટકાઉ પાયો થઈ પડે છે, જે સમય સાથે આ વાણિજ્યનો વારસો પણ આગળ ધપતો રહે છે. જોધપુરમાં એક વિશેષ દૂધ ભંડાર (દૂધની દુકાન) આ પેઢી દર પેઢી ચાલતા વારસાનું જીવંત ઉદાહરણ છે. સોજાટી ગેટ પાસે આવેલી આ દૂધની દુકાન દાવો કરે છે કે ગરમ દૂધ તૈયાર કરવા માટેનો ચૂલો ૧૯૪૯થી સળંગ સળગતો રહ્યો છે. દુકાનના માલિક વિપુલ નિકુબ કહે છે કે ‘મારા દાદાએ આની શરૂઆત ૧૯૪૯માં કરી હતી. આ ચૂલો સતત ૧૯૪૯થી સળગી રહ્યો છે. આ દુકાન રોજ ૨૨થી ૨૪ કલાક ચાલે છે. દૂધ પરંપરાગત કોલસા અને લાકડા પર જ ગરમ કરવામાં આવે છે. લગભગ ૭૫ વર્ષથી આ દુકાન સતત ચાલી રહી છે અને અમે પેઢી દર પેઢી કામ કરતા આવ્યા છીએ. હું ત્રીજી પેઢી છું અને આ દુકાન પરંપરા બની ગઈ છે. આ દૂધ ભંડાર ખૂબ પ્રખ્યાત છે અને લોકો એને પસંદ કરે છે. આ દૂધ ગ્રાહકોને ન્યુટ્રિસન અને ફિઝિકલ પાવર પૂરો પાડે છે, જેથી અમે સફળતાથી આ બિઝનેસ કરી રહ્યા છીએ.’