કોરોનાની મહામારી દરમ્યાન આપણે બધાએ આઇસોલેટ થવાનો અનુભવ કર્યો છે. સ્પેનની ૫૦ વર્ષની ઍથ્લીટ બેટ્રિઝ ફ્લેમિનીએ આઇસોલેશનનો કંઈક અલગ જ અનુભવ કર્યો છે.
સ્પૅનિશ મહિલા ૫૦૦ દિવસ એકલી અન્ડરગ્રાઉન્ડ રહ્યા બાદ બહાર આવી
કોરોનાની મહામારી દરમ્યાન આપણે બધાએ આઇસોલેટ થવાનો અનુભવ કર્યો છે. સ્પેનની ૫૦ વર્ષની ઍથ્લીટ બેટ્રિઝ ફ્લેમિનીએ આઇસોલેશનનો કંઈક અલગ જ અનુભવ કર્યો છે. તે ૫૦૦ દિવસ સુધી આઇસોલેટ રહ્યા બાદ અન્ડરગ્રાઉન્ડ ગુફામાંથી બહાર આવી છે. તે ૨૦૨૧ની ૨૦ નવેમ્બરે સ્પેનની એક ગુફામાં એન્ટર થઈ હતી અને શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સવારે ૯ વાગ્યે લગભગ ૭૦ મીટરની અન્ડરગ્રાઉન્ડ ગુફામાંથી બહાર આવી હતી. તેણે જણાવ્યું કે હું
એક્સરસાઇઝ કરીને, બુક્સ વાંચીને, ડ્રૉઇંગ અને પેઇન્ટિંગ કરીને તથા ગૂંથણકામ કરીને ટાઇમ પાસ કરતી હતી.
તે સ્પેનના ગ્રેનેડા સિટીની ગુફામાં પ્રવેશી હતી ત્યારે તેની ઉંમર ૪૮ વર્ષ હતી. તેણે જણાવ્યું કે હું ગુફામાંથી બહાર જ નીકળવા નહોતી માગતી. આ એક્સપેરિમેન્ટ દરમ્યાન ફ્લેમિનીને સાઇકોલૉજિસ્ટ્સ અને રિસર્ચર્સ દ્વારા સતત મૉનિટર કરવામાં આવતી
હતી. ફ્લેમિનીને તે કેટલા સમયથી ગુફામાં છે એનો બિલકુલ ખ્યાલ નહોતો રહ્યો. તેને લાગતું હતું કે તે લગભગ ૧૬૦થી ૧૭૦ દિવસ જ ગુફામાં રહી હતી.
ફ્લેમિનિએ કહ્યું કે જ્યારે તેઓ ગુફાની અંદર મને લેવા આવ્યા હતા ત્યારે હું સૂતી હતી. મેં વિચાર્યું કે કંઈક થયું છે.
ફ્લેમિનીનું ૫૦૦ દિવસનું આ સાહસ વાસ્તવમાં ‘ટાઇમકૅવ’ નામના પ્રોજેક્ટનો એક ભાગ હતું. માણસ લાંબા સમય સુધી ગુફામાં કેવી રીતે રહે છે એનો સ્ટડી કરવાનો આ પ્રોજેક્ટનો હેતુ હતો.