વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સ્પેસશિપ દ્વારા બલૂનને અવકાશમાં લઈ જવામાં આવશે, ત્યાં એને રિન્યુએબલ હાઇડ્રોજન દ્વારા ચલાવવામાં આવે છે
Offbeat News
સ્પેસ બલૂન
ડેસ્ટિનેશન વેડિંગ માટે એક નવું ડેસ્ટિનેશન પણ ભવિષ્યમાં શરૂ થશે જે પૃથ્વી પર નહીં, પણ અવકાશમાં હશે. સ્પેસ ટ્રાવેલ કંપનીએ તાજેતરમાં અવકાશમાં લગ્ન કરવાની ઑફર આપી છે, જેમાં દંપતી એક મોટા બલૂનમાં બેસીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચક્કર મારતાં-મારતાં લગ્નવિધિ સંપન્ન કરી શકે છે. આ અવકાશયાન નવદંપતીને એક અનોખો અનુભવ કરાવશે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સ્પેસશિપ દ્વારા બલૂનને અવકાશમાં લઈ જવામાં આવશે, ત્યાં એને રિન્યુએબલ હાઇડ્રોજન દ્વારા ચલાવવામાં આવે છે. આ બલૂનમાં બેસીને દંપતી પૃથ્વીની સુંદરતાને માણી શકે છે. અવકાશમાં લગ્ન કરવા માગતાં યુગલો પોતાનું નામ નોંધાવી શકે છે. જોકે બજેટ થોડું મોંઘું છે. એક સીટદીઠ ખર્ચ ૧,૨૫,૦૦૦ ડૉલર (અંદાજે ૧ કરોડ રૂપિયા) છે.