જેસિકા મેલિના આ ગ્રુપની ફાઉન્ડર છે અને તે જૂના જમાનાની ડિટેક્ટિવ ટેક્નિક્સથી લઈને ડ્રોન સર્વેલન્સ સુધીની ટેક્નૉલૉજી વાપરે છે.
અજબ ગજબ
ફીનિક્સ સ્ક્વૉડ
બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ટૂ ટાઇમિંગ કરતાં હોય કે પછી પતિ-પત્નીને બહાર કોઈ સાથે અફેર ચાલતું હોય એવી શંકા હોય તો સાઉથ અમેરિકન દેશ પેરુમાં એ માટે બહુ સરસ સર્વિસ મળે છે. ફીનિક્સ સ્ક્વૉડ નામનું એક મહિલાઓનું ડિટેક્ટિવ ગ્રુપ છે જે આવા બેવફા લોકોને પકડવામાં માહેર છે. આ ડિટેક્ટિવની ટીમ મૂળ લિમા શહેરમાં છે, પરંતુ છેલ્લાં ૨૦ વર્ષમાં તેમનો કાર્યવ્યાપ આખા દેશમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધી આ ટીમ બેવફાઈના ૧૦,૦૦૦ કેસ સૉલ્વ કરી ચૂકી છે. જેસિકા મેલિના આ ગ્રુપની ફાઉન્ડર છે અને તે જૂના જમાનાની ડિટેક્ટિવ ટેક્નિક્સથી લઈને ડ્રોન સર્વેલન્સ સુધીની ટેક્નૉલૉજી વાપરે છે. જેસિકાની ટીમ સ્ત્રી કે પુરુષનો કોઈ ભેદ નથી રાખતી. ચીટિંગ કોઈની પણ સાથે થાય, તેને ન્યાય અપાવવો આ ફીનિક્સ સ્ક્વૉડની જવાબદારી છે. જોકે આ ટીમમાં માત્ર સ્ત્રીઓને જ સ્થાન મળે છે, કેમ કે જાસૂસીના કામ માટે મહિલાઓ જ મોસ્ટ સૂટેબલ હોય છે એવું જેસિકા માને છે.