સમગ્ર પ્રોજેક્ટ ૧૨૯ એકરમાં ફેલાયેલો છે, જેમાં ૪૦ વાઇલ્ડ રાઇડ્સ છે. ઉપરાંત ૧૦૦૦થી વધુ પ્રાણીઓ ધરાવતો ઝૂ પણ છે.
Offbeat News
જુમાનજી થીમ પાર્ક
ઇંગ્લૅન્ડમાં આવતા વર્ષે જુમાનજી થીમ પાર્ક ખૂલશે, જે બ્રિટનના લોકો માટે પોતાનું અનોખું જંગલ હશે. ફિલ્મના ચાહકો ત્યાં આકર્ષક રાઇડ્સ તેમ જ અન્ય સુવિધાઓની આશા રાખી રહ્યા છે. સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ ૧૭ મિલ્યન પાઉન્ડ એટલે કે ૧૫૮ કરોડ રૂપિયાના ખર્ચે રોમાંચ શોધવા માગતા લોકોને ખુશ કરવા માટે તત્પર છે. ધ વર્લ્ડ ઑફ જુમાનજી જેવો અનુભવ લોકોએ ફિલ્મમાં કર્યો છે એવો જ સુપરનૅચરલ અનુભવ વાસ્તવમાં આપશે.
આ થીમ પાર્કનું પ્રવેશદ્વાર ૧૯૯૫ની ફિલ્મ જેવું જ ગાઢ જંગલોથી છવાયેલું હશે. આ પાર્કનાં અન્ય આકર્ષણની વધુ વિગતો આગામી મહિનાઓમાં જાહેર કરવામાં આવશે. ‘જુમાનજી’ ફિલ્મને અહીં જાણે જીવંત કરવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ ૧૨૯ એકરમાં ફેલાયેલો છે, જેમાં ૪૦ વાઇલ્ડ રાઇડ્સ છે. ઉપરાંત ૧૦૦૦થી વધુ પ્રાણીઓ ધરાવતો ઝૂ પણ છે. ફિલ્મે તો લોકોનું મનોરંજન કર્યું જ છે, હવે લોકો કંઈક અલગ અનુભવશે. આ ફિલ્મ સૌપ્રથમ ૧૯૯૫માં રિલીઝ થઈ હતી જે હિટ ગઈ હતી.