Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાએ મમ્મીની બાળપણની ઇચ્છા પૂરી કરી

દીકરાએ મમ્મીની બાળપણની ઇચ્છા પૂરી કરી

Published : 31 August, 2023 08:10 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મહિલાને ગિફ્ટમાં તેના દીકરા તરફથી અનેક ડૉલ્સ મળી છે, જેને મેળવવાની આ મહિલાની બાળપણની ઇચ્છા હતી

આ મહિલાને ગિફ્ટમાં તેના દીકરા તરફથી અનેક ડૉલ્સ મળી છે

Offbeat

આ મહિલાને ગિફ્ટમાં તેના દીકરા તરફથી અનેક ડૉલ્સ મળી છે


સોશ્યલ મીડિયા પર અત્યારે એક મહિલાનો વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના બર્થ-ડે પર દીકરાએ આપેલી ગિફ્ટ ખોલી રહી છે. એ દરમ્યાન તે ખૂબ ઇમોશનલ બની જાય છે. આ મહિલાને ગિફ્ટમાં તેના દીકરા તરફથી અનેક ડૉલ્સ મળી છે, જેને મેળવવાની આ મહિલાની બાળપણની ઇચ્છા હતી. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યુઝ મૂવમેન્ટ નામના પેજ પર શૅર કરવામાં આવ્યો છે. એની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘તેમણે બાળપણથી જ આ ડૉલ્સને પોતાની પાસે રાખવાનું સપનું જોયું હતું. હવે તેમના બર્થ-ડે પર તેમના દીકરાએ એ સપનું સાકાર કર્યું છે.’ જોકે આ મમ્મી-દીકરાની ઓળખ આપવામાં આવી નથી. આ વિડિયોમાં મહિલાને એક પછી એક બૉક્સમાંથી ડૉલ કાઢતી જોઈ શકાય છે. એ પછી તેઓ એને ટેબલ પર લાઇનસર ગોઠવે છે. ગિફ્ટ્સ ખોલતી વખતે તેમની આંખોમાં જે ખુશીનાં આંસુ આવે છે એનાથી લોકો પણ ઇમોશનલ થઈ રહ્યા છે.  


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2023 08:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK