ગઈ કાલે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ નિમિત્તે બૅન્ગલોરમાં વિધાનસભાની બહાર કેટલાક પરંપરાગત કળાના કલાકારોએ ટ્રેડિશનલ કૉસ્ચ્યુમ પહેરીને માનવસાંકળ રચી હતી.
અજબગજબ
કલાકારોએ પહેરયા ટ્રેડિશનલ કૉસ્ચ્યુમ
બે મહિનાનું પિગ્મી હિપોનું બેબી થઈ ગયું જબરું ફેમસ
થાઇલૅન્ડના ચોનબુરીમાં આવેલા એક ઓપન ઝૂમાં પિગ્મી હિપો એટલે કે ઠીંગણા કદના હિપોપૉટેમસનું બે મહિનાનું માદા બચ્ચું છે. આ ઝૂના હૅન્ડલરે આ હિપો કેટલી ક્યુટ અને મળતાવડી છે એ બતાવતી કેટલીક વિડિયો-ક્લિપ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. પ્રાણીપ્રેમીઓને આ બેબી હિપો એટલી ગમી ગઈ કે હવે એને જોવા માટે ઝૂમાં જબરી ભીડ જામે છે.
ADVERTISEMENT
આ બિલ્લીબહેન બૌદ્ધ ધર્મનું જ્ઞાન લઈ રહ્યાં છે
સોશ્યલ મીડિયા પર એક બિલાડી બૌદ્ધ ધર્મનું જ્ઞાન લઈ રહી હોય એવો વિડિયો વાઇરલ થયો છે. એક બૌદ્ધ ભિક્ષુક બૌદ્ધ સાધુઓ જેવાં ભગવાં વસ્ત્રો પહેરેલી બિલાડીનો હાથ પકડીને એને કંઈક કહેતા હોય અને બિલ્લીબહેન સાંભળતાં હોય એવું દૃશ્ય છે. બિલ્લીબહેને ચશ્માં પણ પહેર્યાં છે.
ચમકીલાં કંદીલ-શિલ્પોનો ફેસ્ટિવલ
ચીનના બીજિંગમાં આજકાલ ગાર્ડન એક્સ્પો પાર્ક ચાલી રહ્યો છે. એમાં વિશાળ પાર્કમાં લાઇટિંગથી ઝગમગતાં લૅન્ટર્ન્સ લગાવવામાં આવ્યાં છે. કંદીલનાં સ્કલ્પ્ચર્સથી એક વાર્તા કહેવાતી હોય એવો આભાસ ઊભો કરવામાં આવે છે.