આ યુવાનો પોતાને માનસિક ત્રાસ આપતા બૉસ, કલીગ્સ કે ઈવન પોતાની જૉબ સુધ્ધાંને સેકન્ડ-હૅન્ડ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર વેચવા મૂકી રહ્યા છે.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)
આ કોઈ એકલદોકલ વ્યક્તિના મનની વ્યથા નથી. વિશ્વભરમાં ઠેર-ઠેર લોકો વર્ક કલ્ચરથી પરેશાન છે એટલે જ સ્તો આજકાલ ચીનમાં ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર પોતાના બૉસ અને સહ-કર્મચારીઓને વેચવા મૂકવાનો ટ્રેન્ડ વાઇરલ થયો છે. કામના સ્થળે સ્ટ્રેસ અનુભવાય એ હવે સ્વાભાવિક કલ્ચર થઈ ગયું છે. એમાંય જો ખરેખર ટૉક્સિક વર્કપ્લેસ કલ્ચર હોય તો તો ઇશ્યુ બહુ સંવેદનશીલ થઈ જાય. એ જ કારણસર ચીનાઓએ પોતાના વર્કપ્લેસ સ્ટ્રેસને હળવો કરવા માટે અનોખું ગતકડું શરૂ કર્યું છે. આ યુવાનો પોતાને માનસિક ત્રાસ આપતા બૉસ, કલીગ્સ કે ઈવન પોતાની જૉબ સુધ્ધાંને સેકન્ડ-હૅન્ડ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર વેચવા મૂકી રહ્યા છે. અલીબાબાના સેકન્ડ-હૅન્ડ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર એક લાખ લોકોએ કામના સ્ટ્રેસને હળવો કરવા માટે ‘જૉબ વેચવાની છે...’, ‘અકળાવનારો બૉસ વેચવાનો છે’, ‘ધિક્કારપાત્ર સહ-કર્મચારીઓ વેચવાના છે’ જેવાં ટાઇટલ સાથે મજાક શરૂ કરી છે. એ માટેની કિંમત ૪થી ૯ લાખ રૂપિયા જેટલી લગાવે છે.