સોશ્યલ મીડિયામાં લોકોને આ આઇડિયા બહુ ગમી રહ્યો છે.
તમે સ્માઇલ કરશો તો જ દરવાજો ખૂલશે
ગુડ ન્યુઝ નામની એક યુરોપિયન કૉફી શૉપે અનોખો આઇડિયા અજમાવ્યો છે. એના દરવાજા પર એવું સેન્સર લાગેલું છે કે તમે દરવાજા નજીક પહોંચીને મસ્ત સ્માઇલ આપો તો જ એ ખૂલે છે. વ્યક્તિ અમુક ફુટ નજીક આવે તો દરવાજા આપમેળે ખૂલી જાય એવા દરવાજા હવે ઠેર-ઠેર મળે છે, પણ આ સ્માઇલ કરો તો જ ડોર ખૂલે એ ખરેખર નેક્સ્ટ લેવલની ક્રીએટિવિટી છે. શરૂઆતમાં ગુડ ન્યુઝ કૅફેમાં આવનારા લોકો કન્ફ્યુઝ થઈ જતા કે ડોર કેમ ખૂલતો નથી, પણ એના પર લગાવેલું પોસ્ટર વાંચીને આપમેળે સ્માઇલ તેમના ચહેરા પર છવાઈ જાય છે. સોશ્યલ મીડિયામાં લોકોને આ આઇડિયા બહુ ગમી રહ્યો છે. કેટલાકનું કહેવું છે કે આ જુગાડ તો દરેક જગ્યાએ વપરાવો જોઈએ. ઍટ લીસ્ટ એ બહાને તો લોકોનું સ્ટ્રેસ-લેવલ ઘટશે.

