વેસ્ના વુલોવિક, જેમણે ૧૯૭૨માં પ્લેનમાંથી ૩૩,૦૦૦ ફુટ ઊંચાઈએથી પૅરૅશૂટ વિના ઝંપલાવ્યા બાદ બચી ગઈ હતી અને તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં અનાયસ જ નોંધાઈ ગયું હતું,
Offbeat News
ક્રેગ સ્ટેપલટન
સ્કાયડાઇવિંગ અને ફ્રીફોલિંગના ઇતિહાસમાં ગણતરીના લોકો ચમત્કારિક રીતે બચી જાય છે. ચમત્કારિક રીતે એટલા માટે કે પૅરૅશૂટ ન ખૂલવાને કારણે તેમણે પૅરૅશૂટ વિના જ જમીન પર ઉતરાણ કર્યું હતું. આમાં સૌથી વધુ ભયાનક અને રોમાંચક ફ્રીફોલિંગ ઍરહૉસ્ટેસ વેસ્ના વુલોવિકનું મનાય છે, જે ૧૯૭૨માં પ્લેનમાંથી ૩૩,૦૦૦ ફુટ ઊંચાઈએથી પૅરૅશૂટ વિના ઝંપલાવ્યા બાદ બચી ગઈ હતી અને તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં અનાયસ જ નોંધાઈ ગયું હતું, જે હજી પણ કાયમ છે.
આ પણ વાંચો : સોફા-ટીવીની સાથે હવામાં ઊડવા લાગ્યો માણસ
ADVERTISEMENT
અહીં વાત છે ક્રેગ સ્ટેપલટનની, જેમણે ૮૦૦૦ ફુટની ઊંચાઈએથી પૅરૅશૂટ વિના ઝંપલાવીને મૃત્યુને મહાત આપી હતી. આ ઘટના ૨૦૧૩ની છે, જ્યારે તેઓ ૫૧ વર્ષના હતા, ૧૦ માર્ચે તેમણે કેટી હેન્સન નામના મિત્ર સાથે કૅલિફૉર્નિયાના લોડીમાં પ્લેનમાં ‘ડાઉન પ્લેન ફ્લૅગ’ સ્ટન્ટ કરવા ડાઇવ મારી હતી. જોકે બધું યોજના અનુસાર ન થતાં ક્રેગ સ્ટેપલટનના બન્ને પૅરૅશૂટ ખૂલી ન શકતાં તેઓ જમીન પર પછડાયા હતા, પણ સદ્ભાગ્યે તેઓ તાજી ખેડેલી દ્રાક્ષની વાડીના ઢગલા પર પડતાં તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી, પણ તેમનો ખભો ઊતરી ગયો હતો.