રાતના સમયના અર્થતંત્રને વેગ આપવા શુઆનેન કાઉન્ટીમાં ગોંગશુઇ નદીના સમાંતર ફુટપાથ, ફાઉન્ટન અને નાસ્તાના સ્ટૉલ ઊભાં કરવામાં આવ્યાં છે
શૉપિંગની સાથે સાઇટ-સીઇંગની મજા
ચીનમાં રાતની બજારમાં ઉત્સાહ અને આકર્ષણ વધારવા ચીનનાં અનેક શહેરોએ નવી સંસ્કૃતિ, પર્યટન અને ખેલકૂદ કે રમતગમતનો પણ સમાવેશ કર્યો છે. મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના શુઆનેન કાઉન્ટીના સુંદર સ્પૉટ પર લોકો નોખી બોટમાં બેસીને સાઇટ-સીઇંગનો આનંદ માણતા જોવા મળ્યા હતા. રાતના સમયના અર્થતંત્રને વેગ આપવા શુઆનેન કાઉન્ટીમાં ગોંગશુઇ નદીના સમાંતર ફુટપાથ, ફાઉન્ટન અને નાસ્તાના સ્ટૉલ ઊભાં કરવામાં આવ્યાં છે.