લોકોએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે અને પોલીસ કૂતરાઓને મારનાર યુવકને શોધી રહી છે. તપાસમાં લોહીથી ખરડાયેલો એક દંડો મળ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક યુવકે પાર્કમાં ફરતા ૪ કૂતરા અને એનાં ૬ ગલૂડિયાંને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યાં અને પછી પોતે જ જમીનમાં દાટી દીધાં. એ પછી તેણે એના પર પથ્થર અને ફૂલની માળા ચડાવીને બિસ્કિટ અને પાણી મૂક્યાં હતાં. યુવકે ત્યાં રહેલી લાઇટ્સ અને CCTV કૅમેરા તોડી નાખ્યા છે. કૂતરાઓને મારી નાખ્યા એ જાણીને લોકોમાં ડર પેસી ગયો છે. આસપાસના લોકોએ જણાવ્યું કે કોઈ તંત્રમંત્રના ચક્કરમાં આ યુવકે આવું કમકમાટીભર્યું પગલું ભર્યું હોય એવું લાગે છે. લોકોએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે અને પોલીસ કૂતરાઓને મારનાર યુવકને શોધી રહી છે. તપાસમાં લોહીથી ખરડાયેલો એક દંડો મળ્યો છે.

