ટ્વિટર પર વિમાનની અંદરની લડાઈનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ક્લિપમાં એક શર્ટલેસ માણસ સાથી મુસાફર સાથે હિંસક રીતે લડતો જોઈ શકાય છે.
Watch Video
પ્રતીકાત્મક તસવીર
ફ્લાઇટમાં મુસાફરો સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ છેલ્લા કેટલાક દિવસોથી પ્રકાશમાં આવી રહ્યાં છે. ઈન્ડિગો (Indigo Incident)એરહોસ્ટેસ-પેસેન્જર ઝઘડો, બેંગકોક-કોલકાતા ફ્લાઇટમાં મિડ-એર સ્લેપ મેચ અને એર ઈન્ડિયાની નિદાંત્મક પી ઘટનાને લઈ હોબાળો મચ્યો છો, ત્યાં અન્ય વધુ એક ઘટના સામે આવી છે. હવે ટ્વિટર પર વિમાનની અંદરની લડાઈનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
બિટાન્કો બિસ્વાસ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો બિમાન બાંગ્લાદેશ(Biman Bangladesh)દ્વારા સંચાલિત ફ્લાઈટની અંદર શૂટ કરવામાં આવ્યો છે. ક્લિપમાં એક શર્ટલેસ માણસ સાથી મુસાફર સાથે હિંસક રીતે લડતો જોઈ શકાય છે. જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ તેમ ઘટનાના સાક્ષી રહેલા અન્ય લોકો તે પેસેન્જરને ખેંચીને તેને મારવાથી રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમના પ્રયત્નો પણ વ્યર્થ જાય છે.
ADVERTISEMENT
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "બીજો `અનૈતિક મુસાફર`. આ વખતે બિમાન બાંગ્લાદેશ બોઇંગ 777 ફ્લાઇટમાં!"
Another "Unruly Passenger" ?
— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023
This time on a Biman Bangladesh Boeing 777 flight!?♂️ pic.twitter.com/vnpfe0t2pz
આ ક્લિપને 115 હજારથી વધુ વખત જોવામાં આવી છે અને તેને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. પેસેન્જરના આવા અભદ્ર વર્તનથી ઇન્ટરનેટ પર નિરાશા છવાઈ ગઈ. જ્યારે કેટલાકે ધ્યાન દોર્યું કે આવા લોકો પર કાયમી ધોરણે ઉડાન પર કેવી રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ, અન્ય લોકોએ લખ્યું કે કેવી રીતે વિમાનમાં અનિયંત્રિત મુસાફરોની ગેરવર્તણૂકના કિસ્સાઓ ચિંતાજનક દરે વધી રહ્યા છે.
આ પણ વાંચો: એર ઈન્ડિયાના વિમાનમાં ખામી, પેરિસ જઈ રહેલી ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઘણા લોકોએ ફ્લાઈટમાં ચઢતા પહેલા તમામ મુસાફરોની યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી હતી.
ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરને તાજેતરમાં ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કરવાની ઘટના પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, "તે મારા અને એર ઈન્ડિયાના મારા સાથીદારો માટે અંગત દુઃખનો વિષય હતો."