૧૯ જણ સાથેનું એ જહાજ ૧૭ જુલાઈએ સવારે મોનરાવિયાથી રવાના થયું હતું
૪૮ કલાક મધદરિયે રઝળ્યો
ગઈ ૧૭ જુલાઈએ પશ્ચિમ આફ્રિકાના દેશ લાઇબેરિયાના પાટનગર મોનરોવિયાથી રવાના થયેલું એક માલવાહક જહાજ મધદરિયે ડૂબી ગયા પછી એમાંનો એક માણસ મધદરિયે ૪૮ કલાક રઝળ્યા પછી તેને શોધીને બચાવી શકાયો હતો. કાર્ગો શિપ નિકો ઇવાન્કામાં સુરક્ષાની જોગવાઈઓમાં ત્રુટિઓને કારણે દરિયામાં જવાની મનાઈ કરવામાં આવી હોવા છતાં ૧૯ જણ સાથેનું એ જહાજ ૧૭ જુલાઈએ સવારે મોનરાવિયાથી રવાના થયું હતું.
રવાનગી પછી બપોરે એ જહાજે મધદરિયેથી મુસીબતમાં હોવાના સંકેત- ડસ્ટ્રેસ સિગ્નલ મોકલવા માંડ્યા હતા. કોઈ મદદ પહોંચે એ પહેલાં એ જહાજ અડધું ડૂબી ગયું હતું. લાઇબેરિયન કોસ્ટગાર્ડ જેવાં સરકારી તંત્રોના જવાનો અને સમુદ્રી જીવોના રક્ષણ માટે કાર્યરત મરીન કન્ઝર્વેશન ઑર્ગેનાઇઝેશન ‘સી શેફર્ડ’ના કાર્યકરો બચાવ-કામગીરી માટે રવાના થયા હતા. જહાજ ડૂબ્યાના ૩૬ કલાકમાં ૧૧ જણને બચાવી શકાયા હતા.