સુપરમૂનને કારણે ચંદ્ર ૫.૮ ટકા મોટો અને સામાન્ય પૂનમ કરતાં ૧૨.૮ ટકા વધુ ચળકતો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ટર્કીમાં હાઇયા સોફિયા ગ્રૅન્ડ મસ્જિદની પૃષ્ઠભૂમિમાં અને બ્રિટનના સૌથી ઊંચા બિલ્ડિંગ ધ શૅર્ડ પર
ચંદ્ર જ્યારે પૃથ્વીની સૌથી નજીક હોય એ ઘટનાને સુપરમૂન કહેવાય છે. ૨૦૨૩નું પહેલું સુપરમૂન રવિવારે નજરે પડ્યું હતું ત્યારે લંડન, ઇસ્તંબુલ અને સૅન ફ્રાન્સિસ્કોમાં ચંદ્રનો નઝારો જોવાલાયક હતો. દુનિયાભરમાંથી વિવિધ મહત્ત્વનાં સ્થળોએ ચંદ્રના ફોટો લેવામાં આવ્યા હતા. બ્રિટનની સૌથી ઊંચી ઇમારત ધ શૅર્ડ પર ઊગતો ચંદ્રનો અદ્ભુત ફોટો હતો, તો ગિઝાના પિરામિડની પાછળ નારંગી રંગનો ચંદ્ર જોવા મળ્યો હતો. સૌથી સુંદર નઝારો ટર્કીમાં જોવા મળ્યો હતો, જેમાં ઇસ્તંબુલની હાઇયા સોફિયા ગ્રૅન્ડ મસ્જિદ પર સુપરમૂનનો ઉત્કૃષ્ટ નઝારો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સુપરમૂનને કારણે ચંદ્ર ૫.૮ ટકા મોટો અને સામાન્ય પૂનમ કરતાં ૧૨.૮ ટકા વધુ ચળકતો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ એટલા માટે પણ હતો, કારણ કે ચંદ્ર પૃથ્વીના સૌથી નજીકના બિંદુ પર એટલે કે ૩,૬૧,૯૩૪ કિલોમીટર દૂર હતો. ગયા વર્ષે છેલ્લો સુપરમૂન ઑગસ્ટ ૨૦૨૨માં જોવા મળ્યો હતો. ચંદ્રની માનવના સ્વાસ્થ્ય પર અસર થાય છે એવી ઘણી વાતો છે, પણ આ વાતને વૈજ્ઞાનિક આધાર મળતો નથી. સામાન્ય રીતે પૂનમ દરમ્યાન ઊંઘમાં થોડી ખલેલ પહોંચે છે, પરંતુ એ માત્ર પ્રકાશની તીવ્રતાને કારણે જ થાય છે.

