ડૉક્ટરલ સ્ટુડન્ટ ચેન શીએ તાઇવાન સેમી કન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં ડિઝાઇન કરેલી આ વાયરલેસ ચિપ સોયની અણી પર ગોઠવાઈ શકે એટલી ઝીણી છે
ચિપ
માણસના આરોગ્યની સ્થિતિ પર નિગરાણી રાખી શકે એવી ઇમ્પ્લાન્ટેબલ ચિપનું સંશોધન કોલમ્બિયા યુનિવર્સિટીના એન્જિનિયર્સે કર્યું છે. ડૉક્ટરલ સ્ટુડન્ટ ચેન શીએ તાઇવાન સેમી કન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં ડિઝાઇન કરેલી આ વાયરલેસ ચિપ સોયની અણી પર ગોઠવાઈ શકે એટલી ઝીણી છે. વિવિધ પ્રકારના મેડિકલ ઇમ્પ્લાન્ટ્સનો વપરાશ ઘણા દાયકાઓથી થાય છે, પરંતુ તબીબી સંશોધકો વધુ ને વધુ નાના કદના ઇમ્પ્લાન્ટ્સ વિકસાવવા માટે સક્રિય રહે છે. એ પ્રયાસના ભાગરૂપે આ ઇમ્પ્લાન્ટ વિકસાવવામાં આવ્યો છે.
શરીરની સ્થિતિ જાણવામાં અને બીમારીઓની સારવારમાં આ ચિપ ઉપયોગી થાય છે. આ ચિપ ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટિક બન્ને હેતુઓ માટે ટેમ્પરેચર, બ્લડપ્રેશર, ગ્લુકોઝ વગેરે પૅરામીટર્સ જાણી શકે છે. ચિપનું કદ ધૂળના રજકણ જેટલું છે. 0.1 mm3 કદની એ ચિપ માઇક્રોસ્કોપ નીચે જ જોઈ શકાય છે.