૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય ઘટના બની ગયેલા જપાનના રમકડા તામાગોચીથી પ્રેરિત શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અનોખી સ્માર્ટવૉચ બનાવી છે
Offbeat News
અનોખી સ્માર્ટવૉચ
સ્માર્ટફોન, સ્માર્ટવૉચ અને લૅપટૉપ જેવાં ઉપકરણો આપણી દિનચર્યાનો એક ભાગ છે. ઘણા લોકોને એવું લાગે છે કે આ સાધનો વગર તેઓ સરખી રીતે કામ કરી શકતા નથી. જોકે એમ છતાં આપણને જો આ સાધનો જૂનાં થઈ જાય તો એને બદલવામાં કોઈ સમસ્યા નડતી નથી. કારણ કે નવાં સાધનો આપણે ખરીદી શકીએ છીએ, પછી ભલે આપણને એની જરૂર હોય કે ન હોય. જોકે એવી કોઈ રીત છે ખરી જેના આધારે આપણે આ સાધનો સાથે વધુ જોડાણ અનુભવીએ. એને કારણે એને બદલતાં પહેલાં આપણે બે વખત વિચાર કરવો પડે. ૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય ઘટના બની ગયેલા જપાનના રમકડા તામાગોચીથી પ્રેરિત શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અનોખી સ્માર્ટવૉચ બનાવી છે, પરંતુ એની કાળજી રાખો તો જ એ કામ કરે છે. એને જીવંત રાખવા માટે એને પાણી અને ઓટનું મિશ્રણ ખવડાવવામાં આવે છે, જે એક ઇલેક્ટ્રિક સર્કિટ બનાવે છે અને એ હૃદયના ધબકારાને મૉનિટર કરવાનું કામ કરે છે.