હજ અને ઉમરા કરવા માટે વિશ્વના ખૂણે-ખૂણે વસતા મુસ્લિમો સાઉદી અરેબિયા જાય છે, પરંતુ પાકિસ્તાનમાંથી ત્યાં જતા મુસલમાનોથી સાઉદી અરેબિયાનું તંત્ર ત્રાસી ગયું છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
હજ અને ઉમરા કરવા માટે વિશ્વના ખૂણે-ખૂણે વસતા મુસ્લિમો સાઉદી અરેબિયા જાય છે, પરંતુ પાકિસ્તાનમાંથી ત્યાં જતા મુસલમાનોથી સાઉદી અરેબિયાનું તંત્ર ત્રાસી ગયું છે કારણ કે પાકિસ્તાનના ભિખારીઓ હજ અને ઉમરાના નામે ત્યાં જાય છે અને પછી ભીખ માગવાનું શરૂ કરી દેતા હોય છે. સાઉદી અરેબિયાએ ૪૩૦૦ ભિખારીની યાદી તૈયાર કરી છે અને એ બધાને ત્યાંથી ભગાડી મૂકવાની તૈયારી ચાલે છે. આ માટે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ખખડાવી નાખ્યું છે અને કહ્યું છે કે તમે લોકો તમારા નાગરિકોને અહીં આવતાં કે અહીં આવીને ભીખ માગવાનું નહીં છોડાવો તો અમારે કડકાઈ રાખવી પડશે. આ સાંભળીને પાકિસ્તાનનું તંત્ર ટટ્ટાર થઈ ગયું છે. સરકારે યાત્રીઓ માટે કેટલાક નિયમો લાગુ કર્યા છે. એમાં સાઉદી અરેબિયા જતાં પહેલાં લોકોએ ‘ત્યાં ભીખ નહીં માગીએ’ એવું લેખિતમાં આપવું પડશે. ઍફિડેવિટ લેવાની જવાબદારી ટૂર-ઑપરેટરના માથે પણ નાખી છે. બધા ભેગા હશે તો કોઈ ભીખ નહીં માગે એવું વિચારીને પાકિસ્તાનની સરકારે બધાને ગ્રુપમાં જ મુસાફરી કરવાની પણ ફરજ પાડી છે.