સાઉદી અરબે નવો ચીલો ચાતરવાનું નક્કી કર્યું છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સાઉદી અરબની ઓળખ રૂઢિચુસ્ત ઇસ્લામી દેશ તરીકેની છે. ઇસ્લામ ધર્મમાં સંગીતને હરામ ગણવામાં આવ્યું છે, પરંતુ સાઉદી અરબે નવો ચીલો ચાતરવાનું નક્કી કર્યું છે અને કિન્ડરગાર્ટન અને પ્રાઇમરી સ્કૂલોમાં સંગીત ભણાવવાનો નિર્ણય કર્યો છે. બાળકોને સંગીત શીખવાડવા માટે ૯૦૦૦થી વધુ સંગીત શિક્ષિકાની ભરતી પણ કરશે. રિયાધમાં લર્ન કૉન્ફરન્સ મળી હતી એમાં સાઉદીના સંસ્કૃતિ મંત્રાલયના નિદેશક નૂર અલ-દબાગે આ નિર્ણય જાહેર કર્યો હતો. સરકાર અત્યારે શિક્ષિકાઓને તાલીમ આપી રહી છે. આ પહેલથી બાળકોની રચનાત્મકતા અને માનસિક ક્ષમતા વિકસિત કરવામાં મદદ થશે એવું સરકાર માને છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. જોકે આ પહેલનો ‘#WeRejectTeachingMusicInSchools’ હેઠળ ૨૫,૦૦૦થી વધુ લોકોએ વિરોધ કર્યો છે. વિરોધીઓ ક્રાઉન પ્રિન્સની પણ ટીકા કરી રહ્યા છે અને ફેરવિચારણા કરવા દબાણ કરી રહ્યા છે.