આ પર્વતારોહી સાથે ગાઇડ પેસ્ટેમ્બા શેરપા અને નીમા નામના શેરપા પણ હતા.
લાઇફમસાલા
સત્યદીપ ગુપ્તા
પાયોનિયર ઍડ્વેન્ચર એક્સ્પિડિશન દ્વારા આયોજિત અભિયાનમાં ભારતના સત્યદીપ ગુપ્તાએ એકસાથે બે રેકૉર્ડ બનાવ્યા છે. સત્યદીપે એક સીઝનમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોત્સે સર કર્યાં હતાં. તેણે માત્ર ૧૧ કલાક અને ૧૫ મિનિટમાં એવરેસ્ટ અને લોત્સે બન્ને શિખરો સર કરવાનો બીજો વિક્રમ પણ રચ્યો હતો. બીજા રેકૉર્ડ માટે સત્યદીપે સોમવારે બપોરે ૮૫૧૬ મીટર ઊંચા માઉન્ટ લોત્સેની ટોચ સાધી હતી અને ત્યાંથી ઊતરીને રાતે ૧૨.૪૫ વાગ્યે ૮૮૪૯ મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટનું ચડાણ પૂરું કર્યું હતું. ઍડ્વેન્ચર કંપનીના કહેવા મુજબ આવું પહેલાં કદી થયું નથી. આ પર્વતારોહી સાથે ગાઇડ પેસ્ટેમ્બા શેરપા અને નીમા નામના શેરપા પણ હતા.