પુત્રી સારાએ ડિસ્ટિંક્શન સાથે ડિગ્રી મેળવતાં ભાવુક થયેલા સચિને હૃદયસ્પર્શી પત્ર લખ્યો છે
લાઇફમસાલા
સચિન તેન્ડુલકરની પુત્રી સારા
સચિન તેન્ડુલકરની પુત્રી સારાએ હાલમાં જ યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડનમાંથી ક્લિનિકલ ઍન્ડ પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. પુત્રી સારાએ ડિસ્ટિંક્શન સાથે ડિગ્રી મેળવતાં ભાવુક થયેલા સચિને હૃદયસ્પર્શી પત્ર લખ્યો છે. પત્રમાં પુત્રીને ઢેર ‘સારા’ પ્યાર તરીકે સંબોધતાં સચિને લખ્યું હતું કે ‘જે દિવસે તેણે ડિગ્રી મેળવી એ સૌથી સુંદર દિવસ હતો. પેરન્ટ્સ તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ. સારાની આ સફર સરળ નહોતી. અને હવે અમને ખાતરી છે કે તે પોતાનાં તમામ સપનાં સાકાર કરશે.’ સારાએ પણ ગ્રૅજ્યુએશન ડેના ફોટોઝ શૅર કર્યા હતા. હજારો નેટિઝને પણ પોતાના ફેવરિટ ક્રિકેટ સ્ટારની પુત્રીને શુભેચ્છા પાઠવી હતી.