આ પ્રોડક્ટ સાથે કંપની ઘણો વધુ સ્ટોરેજ સ્પેસ તેમ જ કોઈ પણ પ્રકારના હવામાનમાં મજબૂતી અને ટકાઉપણું ઑફર કરે છે
સૅમસંગ શીલ્ડ કે રિન સોપ? લેટેસ્ટ ટેક પ્રોડક્ટથી ઇન્ટરનેટ કન્ફ્યુઝ્ડ
સૅમસંગ કંપનીએ નવું પોર્ટેબલ સૉલિડ-સ્ટેટ ડ્રાઇવ ટી-૭ શીલ્ડ (સ્ક્રીન પ્રોટેક્ટર) લૉન્ચ કર્યું છે, જે દેખાવમાં અદ્દલ રિન બાર જેવું જ દેખાય છે. આ પ્રોડક્ટ સાથે કંપની ઘણો વધુ સ્ટોરેજ સ્પેસ તેમ જ કોઈ પણ પ્રકારના હવામાનમાં મજબૂતી અને ટકાઉપણું ઑફર કરે છે. સૅમસંગ કંપનીએ શુક્રવારે આ પ્રોડક્ટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો, જેની કૅપ્શનમાં શીલ્ડની ખૂબીઓ વર્ણવી છે. ઇન્સ્ટાગ્રામ પર સૅમસંગની આ પોસ્ટ તરત જ વાઇરલ થઈ ગઈ હતી. અનેક નેટિઝન્સે એના ડાર્ક બ્લુ કલરને લીધે આ પ્રોડક્ટને રિન ડિટર્જન્ટ સાબુ સાથે સરખાવી હતી. પોસ્ટના કમેન્ટ સેક્શનમાં લોકોએ વિવિધ પ્રકારની ટિપ્પણી કરી હતી, જેનો સૂર એકસમાન હતો. પ્રોડક્ટ શીલ્ડ ઓછી અને સાબુની ગોટી વધારે લાગે છે.