આખો દેશ દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં લાગ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સામ્મો નામના ગામમાં દિવાળીની કોઈ રોશની નથી. ઇન ફૅક્ટ, અહીં અમાસની રાતનું અંધારું અને ઘોર શાંતિ હોય છે.
હિમાચલ પ્રદેશનું આ ગામ દિવાળી મનાવતું નથી
આખો દેશ દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં લાગ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સામ્મો નામના ગામમાં દિવાળીની કોઈ રોશની નથી. ઇન ફૅક્ટ, અહીં અમાસની રાતનું અંધારું અને ઘોર શાંતિ હોય છે. આની પાછળ એક કથા છે. સેંકડો વર્ષ પહેલાં દિવાળીના દિવસે એક માણસનું મૃત્યુ થતાં તેની પત્ની સળગતી ચિતામાં કૂદીને સતી થઈ ગઈ હતી. આ સતીએ ગામલોકોને શાપ આપ્યો હતો કે જે લોકો દિવાળીનો ઉત્સવ મનાવશે તેમનું સારું નહીં થાય. જો કોઈ આ ગામમાં દિવાળીના દિવસે દીવડા પ્રગટાવે, ફટાકડા ફોડે કે ખાસ સારું જમવાનું કે મીઠાઈઓ બનાવીને આરોગે તો તેમના જીવનમાં ઉત્પાત મચી જાય છે. છેલ્લાં ૧૦૦ વર્ષમાં જેણે પણ આ શાપને ઉથાપવાનો પ્રયત્ન કર્યો છે તેમના જીવનમાં ખૂબ ખાનાખરાબી થઈ હોવાની લોકવાયકા ચાલે છે.