Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રશિયાની જાસૂસ વ્હેલ મરી ગઈ

રશિયાની જાસૂસ વ્હેલ મરી ગઈ

Published : 02 September, 2024 10:10 AM | IST | Norway
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વ્હેલ માણસો સાથે બહુ ફ્રેન્ડલી હતી, પાંચ વર્ષ બાદ આ વ્હેલ મૃત અવસ્થામાં મળી આવી છે

બેલુગા વ્હેલ માછલી

અજબગજબ

બેલુગા વ્હેલ માછલી


વ્હેલ પણ જાસૂસી કરતી હશે? આવો સવાલ થવો સ્વાભાવિક છે. નૉર્વે પાસેના દરિયામાં ૨૦૧૯માં એક બેલુગા વ્હેલ માછલી જોવા મળી હતી. ૧૪ ફુટ લાંબી અને લગભગ ૧૫૦૦ કિલો વજન ધરાવતી આ સફેદ રૂની પૂણી જેવી વ્હેલના શરીર પર કૅમેરા લગાવવા માટે ડિઝાઇન કરેલાં સંસાધનો લાગેલાં હતાં જે સેન્ટ પીટર્સબર્ગમાં બન્યાં હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ વ્હેલના શરીર પર આપમેળે તો આ ઉપકરણો ન લાગ્યાં હોયને, નક્કી કોઈકે જાસૂસી માટે જ આ કારનામું કર્યું હશે. આવાં જાસૂસીનાં કામ રશિયા જ કરે એવી ધારણા સાથે આ માછલીને વ્લાદિમીર નામ આપવામાં આવ્યું અને એ રશિયન ટોહી મિશનનો હિસ્સો હશે એવું ધારી લેવામાં આવ્યું. જોકે એ પછી કોઈએ આ બેલુગા વ્હેલ પર પોતાનો દાવો ઠોક્યો નહોતો એટલે આ ખરેખર જાસૂસ છે કે કોઈ હાદસાનો શિકાર બની છે એ વિશે અટકળો શરૂ થઈ. નવાઈની વાત એ છે આ વ્હેલ માણસો સાથે બહુ ફ્રેન્ડલી હતી. પાંચ વર્ષ બાદ આ વ્હેલ મૃત અવસ્થામાં મળી આવી છે અને એની સાથે રશિયન જાસૂસીની અટકળોનો પણ અંત આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 10:10 AM IST | Norway | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK