આ બૂથમાં એક કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો છે જે વ્યક્તિ કેટલા સ્ક્વૉટ્સ પર્ફોર્મ કરે છે એ ગણે છે
Offbeat News
વિડિયોમાં જોવા મળ્યું હતું કે આ મહિલા ૨૦ સ્ક્વૉટ્સ કમ્પ્લીટ કરતાં મશીનમાંથી બસની ફ્રી ટિકિટ નીકળે છે
આપણા ભારતમાં રેવડી કલ્ચર એટલે ફ્રીમાં સુવિધાઓ આપવા વિશે ખૂબ ચર્ચા કરવામાં આવે છે. રોમાનિયામાં ફ્રી સુવિધા આપવામાં આવી રહી છે, પણ કંઈક અલગ રીતે. રોમાનિયાએ રેવડી કલ્ચરમાં હેલ્ધી લાઇફસ્ટાઇલનું ફૅક્ટર જોડી દીધું છે, જેનો વિડિયો યુઝર એલિના બઝોલકિના દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં એક યુવતી એક બૂથ સામે ૨૦ સ્ક્વૉટ્સ એક્સરસાઇઝ પર્ફોર્મ કરતી જોવા મળી હતી. આ બૂથમાં એક કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો છે જે વ્યક્તિ કેટલા સ્ક્વૉટ્સ પર્ફોર્મ કરે છે એ ગણે છે. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે આ મહિલા ૨૦ સ્ક્વૉટ્સ કમ્પ્લીટ કરતાં મશીનમાંથી બસની ફ્રી ટિકિટ નીકળે છે. અનેક યુઝર્સે રૂપિયા અને પર્યાવરણ બચાવવાની સાથે લોકોનું આરોગ્ય સુધારવાની આ રીતની પ્રશંસા કરી છે.