વિજેતાને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું
Offbeat News
સાંગલીમાં યોજાઈ રિક્ષાને રિવર્સ દોડાવવાની સ્પર્ધા
આપણા દેશમાં ઑટોરિક્ષા મહત્ત્વનું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં મંગળવારે રિવર્સ રિક્ષા ચલાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગમેશ્વર યાત્રાના પ્રસંગે હરિપુર ગામમાં આ કાર્યક્રમ યોજાયો હતો. રિક્ષાચાલકો પાછળ જોતાં-જોતાં ઝડપથી રિક્ષા ચલાવતા હતા. આ રેસ જોવા તેમ જ રિક્ષાચાલકોનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. રેસની રસપ્રદ કૉમેન્ટરી પણ લોકોનો તેમ જ સ્પર્ધકોનો ઉત્સાહ વધારતી હતી. ઘણા લોકોએ આ સ્પર્ધાની પ્રશંસા કરી હતી, તો કેટલાકે સલામતીની વધુ વ્યવસ્થા રાખવી જોઈએ એવું સૂચન કર્યું હતું, કારણ કે જે ટ્રૅક હતો ભારે ઊબડખાબડ હતો. પાટીલ નામનો રિક્ષા-ડ્રાઇવર ૩ કિલોમીટરનું અંતર ૩ મિનિટ ૮ સેકન્ડમાં પાર કરીને વિજેતા બન્યો હતો. વિજેતાને ૧૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. ઘણા રિક્ષાચાલકોએ આ સ્પર્ધાની તૈયારીરૂપે ઊંધી રિક્ષા ચલાવવાની પ્રૅક્ટિસ પણ કરી હતી. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું, ‘શું રિક્ષામાં રિવર્સ ગિયર પણ આવે છે. મેં કદી રિક્ષાને ઊંધી જતી જોઈ નથી.’