Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચલણી નોટો પર સ્મારકની ઝલક

ચલણી નોટો પર સ્મારકની ઝલક

02 May, 2023 12:31 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્મારક ૧૩મી સદીમાં બનાવાયું હતું.

૨૦૦૦ રૂપિયાની નોટ પર કોઈ સ્મારક નથી, પરંતુ એક મહત્ત્વની ઘટના છે, જેમાં મંગળયાનનો ફોટો છે, જે ભારતનું સફળ અવકાશી મિશન દર્શાવે છે.

Offbeat News

૨૦૦૦ રૂપિયાની નોટ પર કોઈ સ્મારક નથી, પરંતુ એક મહત્ત્વની ઘટના છે, જેમાં મંગળયાનનો ફોટો છે, જે ભારતનું સફળ અવકાશી મિશન દર્શાવે છે.


છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છીએ. પાકીટમાં બહુ ઓછી રકમ હોય, પણ મોબાઇલના વૉલેટમાં વધારે રકમ હોય. એક સમય હતો જ્યારે ચલણી નોટોનું મહત્ત્વ હતું. ચલણી નોટો પર ધ્યાનથી નજર નાખીશું તો એના પર દેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની ઝલક જોવા મળશે. તાજેતરમાં એક યુઝરે ચલણી નોટો પર દેશનાં સ્મારકોના ફોટો શૅર કર્યા હતા. 





૧૦ રૂપિયાની ચલણી નોટ પર કોણાર્કના સૂર્યમંદિરની ઝલક છે જેમાં રથને ૨૪ પૈડાં અને ૬ ઘોડા છે. આ સ્મારક ૧૩મી સદીમાં બનાવાયું હતું. ૨૦ રૂપિયાની નોટમાં ઇલોરામાં આવેલું કૈલાસ મંદિર છે. એક વિશાળ પથ્થરની કોતરણીમાંથી આ મંદિર બનાવાયું છે અને એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ૫૦ રૂપિયાની ચલણી નોટ પર કર્ણાટકના હમ્પીમાં આવેલા પથ્થરમાંથી બનાવેલો રથ છે. ૧૦૦ રૂપિયાની નોટ પર રાણકી વાવ છે, જે ગુજરાતમાં આવેલી છે અને ૧૦૬૩માં રાણી ઉદયમતીએ એ બનાવી હતી. ૨૦૦ રૂપિયાની ચલણી નોટ પર સાંચીના સ્તૂપનો ફોટો છે, જેનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું હતું. ૨૦૦૦ રૂપિયાની નોટ પર કોઈ સ્મારક નથી, પરંતુ એક મહત્ત્વની ઘટના છે, જેમાં મંગળયાનનો ફોટો છે, જે ભારતનું સફળ અવકાશી મિશન દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 12:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK