સાઓ પાઉલો શહેરની ઍનિવર્સરીની ઉજવણી એના નામે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ હાંસલ કરીને કરવામાં આવી છે.
૧૧૮૦ સૅન્ડવિચની લાઇન બનાવીને રેકૉર્ડ કર્યો
સાઓ પાઉલો શહેરની ઍનિવર્સરીની ઉજવણી એના નામે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ હાંસલ કરીને કરવામાં આવી છે. બ્રાઝિલની ફૂડ કંપની પેર્ડિગોએ શહેરની ૪૬૯મી ઍનિવર્સરીની ઉજવણી માટે ટૉર્પિડો સૅન્ડવિચની સૌથી લાંબી લાઇન બનાવીને વર્લ્ડ રેકૉર્ડ સેટ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે ૨૫ જાન્યુઆરી પછી સાઓ પાઉલોનાં સૌથી મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નોમાંના એક અને લેટિન અમેરિકાના સૌથી મોટા શહેરી ઉદ્યાનોમાંના એક પ્રતીકાત્મક પાર્ક ઇબીરાપુએરા ખાતે ૧૧૮૦ સૅન્ડવિચ (પ્રત્યેક સૅન્ડવિચની લંબાઈ લગભગ ૩૦ સેન્ટિમીટર)ની લાઇન તૈયાર કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો દાવો કરવામાં આવ્યો હતો. ટૉર્પિડો સૅન્ડવિચ તૈયાર કરવામાં ૪૦થી વધુ લોકોની ટીમ હતી અને તેમણે જરૂરી માત્રામાં ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં પાંચ કલાકથી વધુ કામ કર્યું હતું.
મોર્ટાડેલા એ સમગ્ર દેશમાં વ્યાપકપણે જાણીતું કંપનીની સૌથી મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ્સમાંનું એક છે. ગિનેસ રેકૉર્ડના પ્રયાસ માટે કંપનીએ એના મોર્ટાડેલા ઓરોનો ઉપયોગ કર્યો હતો. કંપનીની પ્રમોશનલ ઇવેન્ટમાંના એક ભાગરૂપે ૨૨ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમ્યાન આ રેકૉર્ડબ્રેક ઇવેન્ટ ‘મોર્ટાડેલા વીક, વિથ ઍન ડી નિવર સામ્પા’નું આયોજન કરવામાં આવ્યું હતું.