કાર્યકરોએ હાથમાં પ્રાર્થના લખેલાં પોસ્ટર લઈને સૂત્રો પણ પોકાર્યાં હતાં.
અજબગજબ
રેલવે ટ્રેક પર પૂજા
પહેલાં ઝારખંડમાં પછી બિહારમાં ટ્રેન-અકસ્માતો થયા. જૂન અને જુલાઈના બે મહિનામાં જ ટ્રેન-દુર્ઘટનાની ચાર ઘટના બની છે. ઝારખંડમાં જમશેદપુરથી ૮૦ કિલોમીટર દૂર પાટા પરથી ખડી ગયેલી માલગાડી સાથે મુંબઈ-હાવડા મેલ અથડાઈ હતી અને ૧૮ ડબા પાટા પરથી ઊતરી જતાં બે યાત્રીનાં મૃત્યુ થયાં હતાં. એના થોડા દિવસ પહેલાં ગોંડામાં ચંડીગઢ-દિબ્રૂગઢ એક્સપ્રેસ ખડી પડતાં ચાર મુસાફર મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતોની વણઝાર આગળ ન વધે એવી ભાવનાથી બિહારસ્થિત વૈશાલી જિલ્લાના હાજીપરમાં વિચિત્ર પૂજા થઈ ગઈ. રાષ્ટ્રીય જનતા દળના કાર્યકરો એક પૂજારીને રેલવે ટ્રૅક પર લઈ ગયા. પૂજારીએ ત્યાં મંત્રોચ્ચાર કર્યા અને હવે પછી રેલ-અકસ્માતની ‘રેલ’ ન નીકળે એ માટે ભગવાનને પ્રાર્થના કરી. કાર્યકરોના મતે ભગવાન વિશ્વકર્મા અને ભોળાનાથ જ આ ટ્રેન-દુર્ઘટનાઓથી બચાવી શકે એમ છે. જોકે પૂજા કરાવનારા રાજકીય કાર્યકરો હતા એટલે થોડીઘણી શોબાજી તો હોય જ. કાર્યકરોએ હાથમાં પ્રાર્થના લખેલાં પોસ્ટર લઈને સૂત્રો પણ પોકાર્યાં હતાં.