આવાં પ્રાણીઓની દૃષ્ટિ નબળી હોય છે, જે તેમને ખોરાક શોધવામાં કે શિકાર થવાથી બચવામાં પણ મુશ્કેલીમાં સર્જે છે.
Offbeat News
ઉત્તર પ્રદેશના અભયારણ્યમાં જોવા મળ્યું દુર્લભ સફેદ હરણ
ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ ઑફિસરો લોકોમાં વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે માહિતી આપવાનું કામ કરે છે. આ વખતે આકાશદીપ બાધવાને દુર્લભ સફેદ હરણનો ફોટો શૅર કર્યો છે. સામાન્ય રીતે આવા પ્રાણીને અલબીનો કહેવામાં આવે છે, જેમાં આવા માનવ કે પ્રાણીઓમાં કુદરતી રંગની ઊણપ હોય છે. તેઓ મુખ્યત્વે સફેદ રંગનાં હોય છે. આવું જ એક હરણ ઉત્તર પ્રદેશના કતરનિયા ઘાટ અભયારણ્યમાં જોવા મળ્યું હતું. આ હરણ એક પુખ્ત માદા હરણ સાથે ઘાસમાંથી પસાર થતું હતું. આ ફોટો જોઈને ઘણા લોકોએ એની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી.
આઇએફએસ અધિકારી પરવીન કાસવાને લખ્યું કે પ્રકૃતિમાં અપવાદ માટે જીવવું મુશ્કેલ હોય છે. અન્ય એક ઑફિસર સુશાંત નંદાએ ૧૫ વર્ષ પહેલાં ઓડિશાના અંગુલ જિલ્લામાં મળેલા હરણની વાત કરી હતી. સોનેરી હરણ રામાયણનો ભાગ હતો. અહીં શૅર કરાયેલું હરણ ચાંદીનું છે. સસ્તન પ્રાણીઓમાં આવી સમસ્યા વધુ જોવા મળે છે. આવાં પ્રાણીઓની દૃષ્ટિ નબળી હોય છે, જે તેમને ખોરાક શોધવામાં કે શિકાર થવાથી બચવામાં પણ મુશ્કેલીમાં સર્જે છે. આવાં પ્રાણીઓને જીવનસાથી શોધવામાં પણ તકલીફ પડે છે.