પેન્ચમાં તુરિયા ગેટ પાસે બ્લૅક પૅન્થરનું એક બચ્ચું અને એની મા સાથે પાણી પીતાં હોય એવી ક્ષણ એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે શૅર કરી હતી.
લાઇફમસાલા
બ્લૅક પૅન્થર ‘બઘીરા’ અને એની મા સાથે જોવા મળ્યાં
મધ્ય પ્રદેશના પેન્ચ ટાઇગર રિઝર્વમાં બ્લૅક પૅન્થરનું એક અદ્ભુત અને રૅર દૃશ્ય જોવા મળ્યું હતું. પેન્ચમાં તુરિયા ગેટ પાસે બ્લૅક પૅન્થરનું એક બચ્ચું અને એની મા સાથે પાણી પીતાં હોય એવી ક્ષણ એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે શૅર કરી હતી. મોનુ દુબે નામના ફોટોગ્રાફરે બ્લૅક પૅન્થર ‘બઘીરા’ અને એની માનો ક્લોઝઅપ શૉટ પણ લીધો હતો, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. વિડિયોમાં મોરના અવાજ સંભળાય છે એ દરમ્યાન બઘીરા તળાવમાં પાણી પીવા આવે છે અને તરસ છિપાવ્યા બાદ એની મા પાસે જઈને બેસી જાય છે.
પોસ્ટની કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ‘બ્લૅક પૅન્થર દીપડાનો મેલનિસ્ટિક પ્રકાર છે, જે અત્યંત રૅર છે અને સામાન્ય રીતે જોવા નથી મળતું. એમનો વિશિષ્ટ બ્લૅક કલર આનુવંશિક પરિવર્તનના કારણે થાય છે જે એને વિચિત્ર અને રહસ્યમય દેખાવ આપે છે.’ બ્લૅક પૅન્થરના કારણે પેન્ચ લોકપ્રિય ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન બન્યું છે.