લોકોએ એને છેલ્લા એક સપ્તાહથી પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આખરે એક વખત એ નીચે આવ્યું ત્યારે એને પકડી લીધું.
પાંચ ફુટ લાંબી પાંખ ધરાવતું હિમાલયન ગીધ કાનપુરમાં પકડાયું
આપણી પૃથ્વી પરથી ઘણાં પશુ-પક્ષીઓ હવે લુપ્ત થવાના આરે છે. આવી પરિસ્થિિતમાં આવા જીવોની સુરક્ષા કરવી મહત્ત્વની છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાનપુરના એક કબ્રસ્તાનમાં લોકોએ એક હિમાલયન ગ્રીફોન ગીધ પકડ્યું હતું. આ ઘટના કર્નલગંજમાં બની હતી. ઈદગાહ કબ્રસ્તાન નજીક ઘણા સમયથી આ ગીધ જોવા મળતું હતું. લોકોએ એને છેલ્લા એક સપ્તાહથી પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આખરે એક વખત એ નીચે આવ્યું ત્યારે એને પકડી લીધું. આ વિશાળ પક્ષીને પકડ્યા બાદ વન વિભાગને એની જાણ કરવામાં આવી હતી. આ પક્ષીની પાંખ પાંચ ફુટ લાંબી જેટલી હતી. એને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી.