આ યુનિક બર્ડમાં એના અડધા ભાગમાં બ્લુ રંગની મેલ પાંખો અને બાકીના અડધા ભાગમાં ગ્રીન રંગની ફીમેલ પાંખો આવેલી છે. આ કલર ડિવિઝનનું કારણ બાઇલેટરલ ગાયનેન્ડ્રોમોર્ફિઝમ નામની કન્ડિશન છે.
ગ્રીન હનીક્રીપર પક્ષી
‘હાફ મેલ હાફ ફીમેલ’ બર્ડ ગ્રીન હનીક્રીપરને સેંકડો વર્ષ બાદ કૅમેરામાં કેદ કરવામાં આવ્યું છે. આ યુનિક બર્ડમાં એના અડધા ભાગમાં બ્લુ રંગની મેલ પાંખો અને બાકીના અડધા ભાગમાં ગ્રીન રંગની ફીમેલ પાંખો આવેલી છે. આ કલર ડિવિઝનનું કારણ બાઇલેટરલ ગાયનેન્ડ્રોમોર્ફિઝમ નામની કન્ડિશન છે. સ્મિથસોનિયન મૅગેઝિન મુજબ ફીમેલ બર્ડમાં ઝેડ અને ડબ્લ્યુ ક્રોમોઝમ્સ હોય છે, દરમિયાન મેલ્સમાં ઝેડ ક્રોમોઝમ્સ હોય છે. બાઇલેટરલ ગાયનેન્ડ્રોમોર્ફિઝમ ત્યારે થાય છે જ્યારે એક એગમાં બે કેન્દ્ર ઝેડ અને ડબ્લ્યુ ક્રોમોઝમ્સ હોય અને એ ઝેડ ક્રોમોઝમ્સ સ્પર્મથી બે વખત ફર્ટિલાઇઝ થાય. આ બીજી વખત છે જ્યારે આ પ્રકારનું ‘હાફ મેલ હાફ ફીમેલ’ ગ્રીન હનીક્રીપર બર્ડ મળી આવ્યું હોય. આવું ૧૦૦ વર્ષ પહેલાં બન્યું હતું જ્યારે આ પ્રકારનું બર્ડ મળી આવ્યું હોય. આ બર્ડ પ્રથમ વખત કોલમ્બિયાના એક નેચર રિઝર્વમાં મળી આવ્યું હતું અને ઍમટર ઓન્ટિથોલૉજિસ્ટ જૉન મુરિલ્લો દ્વારા સ્પૉટ કરવામાં આવ્યું હતું જેના પર ૨૧ મહિનાના રિસર્ચ કરવામાં આવ્યું. આ પક્ષી હવે ત્યાં ફરી જોવા મળ્યું.

