ઑસ્ટ્રેલિયામાં મેલબર્નની દક્ષિણે આવેલું જિલૉન્ગ શહેર અને ત્યાંનો એક પાર્ક બે દિવસ માટે બહુ ચર્ચામાં રહ્યો. પાર્કમાં પહેલાં ક્યારેય જોવા નહોતી મળી એટલી ભીડ ભેગી થઈ હતી
અજબગજબ
કૉર્પ્સ ફ્લાવર એટલે કે ‘લાશ ફૂલ’
ઑસ્ટ્રેલિયામાં મેલબર્નની દક્ષિણે આવેલું જિલૉન્ગ શહેર અને ત્યાંનો એક પાર્ક બે દિવસ માટે બહુ ચર્ચામાં રહ્યો. પાર્કમાં પહેલાં ક્યારેય જોવા નહોતી મળી એટલી ભીડ ભેગી થઈ હતી. લોકો ટોળે વળીને એન છોડ જોવા અને એની દુર્ગંધ સૂંઘવા આવ્યા હતા. એ છોડ એટલે ‘કૉર્પ્સ ફ્લાવર’ એટલે કે ‘લાશ ફૂલ’. એને અમોર્ફોફેલસ ટાઇટેનમ પણ કહે છે અને મોટા ભાગે એ દર ૧૦ વર્ષે અને માત્ર ૨૪ કે ૪૮ કલાક માટે જ ઊગતો હોય છે. આ કારણે જ એને જોવા માટે લોકોમાં કુતૂહલ વધારે હોય છે. ઉંદર મરી ગયો હોય અને ગંધાય એવી એની ‘સુગંધ’ હોય છે. આ છોડ ભમરા અને મધમાખીને આકર્ષવા માટે આવી ગંધ છોડતો હોય છે. એની આવી દુર્ગંધને કારણે જ એનું આવું નામ પડ્યું છે. પાર્કના મૅનેજર રીઝ મૅક્લિવેનાએ કહ્યું કે સોમવારે છોડ ખીલ્યો હતો અને પહેલા દિવસે ૫૦૦૦ લોકો એને જોવા આવ્યા હતા. કેટલાક લોકો તો છોડ ઊગવાના જુદા-જુદા તબક્કા જોવા માટે વારંવાર પાર્કમાં આવતા હોય છે અને જો કોઈ આવી ન શકે તો પાર્ક તરફથી લાઇવ
સ્ટ્રીમિંગ પણ કરવામાં આવે છે.