Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રેલવેએ હનુમાનજીને મોકલી નોટિસ! ભગવાનને માત્ર સાત દિવસનો આપ્યો સમય

રેલવેએ હનુમાનજીને મોકલી નોટિસ! ભગવાનને માત્ર સાત દિવસનો આપ્યો સમય

Published : 12 February, 2023 05:38 PM | IST | Bhopal
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રેલવેએ બજરંગબલી પર ગેરકાયદે કબજાનો લગાવ્યો આરોપ : મધ્યપ્રદેશમાં રેલવેનું વિચિત્ર કૃત્ય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુરેના (Morena)માં રેલવે વિભાગનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રેલવેએ મંદિરમાં બિરાજમાન ભગવાન બજરંગબલીને એટલે કે હનુમાનજીને જ નોટિસ ફટકારી છે. રેલવેએ નોટિસમાં સબલગઢમાં બનેલા મંદિરમાં બિરાજમાન ભગવાન બજરંગબલીએ અતિક્રમણ કર્યું હોવાનું ગણાવ્યું છે. એટલું જ નહીં રેલવેએ બજરંગ બલીને સાત દિવસમાં અતિક્રમણ હટાવવાનો આદેશ આપતી સુચના પણ આપી છે.


મુરેના રેલવે વિભાગે મંદિરમાં સ્થિત બજરંગબલીને અતિક્રમણની નોટિસ મોકલી છે. ભગવાન બજરંગબલીને રેલવે દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો અતિક્રમણ દૂર કરવામાં નહીં આવે તો રેલવે જબરદસ્તી કાર્યવાહી કરશે. આ સાથે જેસીબી વગેરેનો ખર્ચ બજરંગબલી પાસેથી જ વસૂલ કરવામાં આવશે. આઠ ફેબ્રુઆરીના રોજ, ઝાંસી રેલ્વે વિભાગના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર જૌરા આલાપુર વતી બજરંગબલી, સબલગઢના નામે નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસ આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, સોશિયલ મીડિયાના યુઝર્સ પણ રેલવેને જોરદાર ટ્રોલ કરી રહ્યાં છે.



રેલવે વિભાગ દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં ભગવાન બજરંગ બલીને સંબોધીને લખવામાં આવ્યું છે કે, ‘તમે સબલગઢના મધ્ય કિલોમીટરમાં ઘર બનાવીને રેલવેની જમીન પર અતિક્રમણ કર્યું છે. તમે સાત દિવસમાં રેલવેની જમીન ખાલી કરો, નહીં તો તમારા દ્વારા કરાયેલા અતિક્રમણને દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે તમે (ભગવાન બજરંગબલી) નુકસાન અને ખર્ચ માટે જવાબદાર હશો.’


આ પણ વાંચો - બેકરીનું વૅલેન્ટાઇન્સ ડે સ્પેશ્યલ મેનુ : મેરા બાબુ કેકથી લઈને સિંગલ કે લિએ કેક

રેલવે દ્વારા જારી કરાયેલી નોટિસની સચ્ચાઈ જાણવા માટે ઝાંસી રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેમણે આ પ્રક્રિયાને રેલવેની સામાન્ય પ્રક્રિયા ગણાવી. તેમણે કહ્યું કે, રેલવે તરફથી આપવામાં આવેલી આ નોટિસ સાચી છે. જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, સબલગઢમાં શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. જો મંદિર બ્રોડગેજ લાઇનની વચ્ચે આવી રહ્યું છે તો તેને દૂર કરવું પડશે. મંદિર રેલવેની જમીનની હદમાં છે, તેથી નોટિસ આપવામાં આવી છે.


આ પણ વાંચો - સ્ટારબક્સમાં કૉફી પીવી પડી ભારે, કપલને ચૂકવવા પડ્યા લાખો રૂપિયા, ખાલી થયું ખાતું

એક તરફ કેટલાક સોશિયલ મીડિયા યુર્ઝસ આ નોટિસની ગમ્મત કરી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક યુર્ઝસ પ્રતિક્ષા કરી રહ્યાં છે કે, બજરંગબલી શુ જબાવ આપશે!

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 05:38 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK